વિશેષતા
આ રહ્યા ગુજરાતી બ્લોગ્સ પર આપનો બ્લોગ રાખવાના ફાયદા કે જે તમને આપનો બ્લોગ ગુજરાતી બ્લોગ્સ.કોમ પર રાખવા માટે લલચાવી શકે.
માત્ર ગુજરાતીઓ માટે
આ વેબસાઇટની સૌથી ખાસ વાત એ જ છે કે તે માત્ર ગુજરાતીઓ માટે જ બનાવેલ છે. જેથી આપનો ગુજરાતી બ્લોગ વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે. વળી આપને આપના બ્લોગની જાહેરાત કરવા માટે વધારે સમય પણ ખર્ચવો નહી પડે કારણકે આપ જ્યારે આપના બ્લોગ પર બદલો છો ત્યારે મુખ્ય વેબસાઇટ પર આપના બ્લોગમાં કંઇક નવુ આવ્યુ હોવાના સમાચાર લોકોને તરત જ પહોંચી જાય છે.
મફત બ્લોગ અને વળી માત્ર થોડી પળોમાં જ
આપને આપનો બ્લોગ ચાલુ કરવા માટે આપની માત્ર થોડી પળો, આપનું બ્લોગનું નામ અને ઇમેઇલ એડ્રેસ જોઇએ. આપને મન પડે એટલા બ્લોગ આપ બનાવી શકો છો અને એ પણ વળી મફત.
વ્યક્તિગત ધ્યાન
અમને માલુમ છે કે બ્લોગ શરૂ કરવા માટે આપની પાસે સામાન્ય કરતા વધારે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. જે લોકો ગુજરાતીમાં સાહિત્યનું સર્જન કરી જાણે છે તેઓને કોમ્પ્યુટરનું વિશેષ જ્ઞાન ન હોય એ સ્વાભાવિક છે. એટલે જ અમે આ વેબસાઇટ ચાલુ કરી છે કે જેથી આપ લોકોને અમે આપણી પોતાની ભાષામાં મદદ કરી શકીએ. વળી આપને કોઇ પણ પ્રશ્ન હોય તેનો જવાબ આપવા માટે અમે હંમેશા આતુર છીએ.
અનેક રંગરૂપમાં ઉપલબ્ધ
આપ આપના બ્લોગને વિવિધ રંગરૂપથી સજાવો અને એ પણ માત્ર એક જ માઉસ ક્લીકથી જ. આપને આપના બ્લોગ માટે અનેક પ્રકારના વાઘા આપવામાં આવે છે. દરેક વાઘાને આપ આપની રૂચિ પ્રમાણે બદલી શકો છો. વળી અમે નિયમિત રૂપે નવા નવા વાઘાને આપની સેવામાં ઉપલબ્ધ કરીએ છીએ.
સીધું જ ગુજરાતીમાં લખો.
ગુજરાતી બ્લોગ્સ.કોમ એ માત્ર ગુજરાતી બ્લોગર માટેની એક વિશેષ વેબસાઇટ છે. આપને આપના બ્લોગમાં ગુજરાતીમાં લખવા માટે કોઇ ખાસ પ્રકારના પ્રોગ્રામ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અહીં આપને કોઇ પાનુ, પોસ્ટ કે પ્રતિભાવ ગુજરાતીમાં લખવા માટેનું પ્લગ-ઇન પહેલેથી જ ઉપલબ્ધ છે. તેથી હવે આપ દુનિયાના કોઇ પણ કોમ્યુટર પરથી, કોઇ પણ ઓપરેટીંગ સીસ્ટમ પરથી આપના બ્લોગને સરળતાથી ચલાવી શકો છો. વળી કોઇ પણ વ્યક્તિ કોઇ પણ કોમ્યુટર પરથી, કોઇ પણ ઓપરેટીંગ સીસ્ટમ પરથી કોઇ પણ જાતનો પ્રોગ્રામ કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કર્યા સિવાય આપના બ્લોગ પર તેમના પ્રતિભાવ ગુજરાતીમાં લખી શકે છે.
નિકાસ
જો આપની તાસીરને ગુજરાતીબ્લોગ્સ.કોમ અનુકૂળ ન આવે તો આપ આપની પોસ્ટ/પ્રતિભાવ XML માં નિકાસ કરી શકો છો અને અન્ય કોઇ વેબસાઇટ પર આપ આપનું નવું સરનામુ લઇને આપનું સઘળું સર્જન માત્ર થોડીક મિનિટ અને ક્લિકની મદદથી અન્ય જગ્યાએ લઇ જઇ શકો છો.
એક કરતા વધારે બ્લોગ, એક કરતા વધારે લેખક
આપને જેટલા બ્લોગ જોઇતા હોય તેટલા બ્લોગ બનાવી શકો છો. વળી એક જ બ્લોગ પર એક કરતા વધારે લેખક પણ હોઇ શકે. આપ અને આપના મિત્ર એક જ છત્રછાયા હેઠળ અનેક બ્લોગમાં પોતાનો સહયોગ આપી શકે છે.
WordPress, Blogger/Blogspot, TypePad, LiveJournal માંથી આયાત
જો આપની પાસે પહેલેથી જ બીજી કોઇ જગ્યાએ આપનો બ્લોગ હોય અને જો આપને ગુજરાતીબ્લોગ્સ.કોમ પર બીજા બ્લોગમાંથી પોસ્ટ અને પ્રતિભાવ અહીં લાવવા હોય તો આપ ખુબ જ સહેલાઇથી આયાત કરી શકો છો.
તો પછી આપ શેની રાહ જુઓ છો? આજે જ આપનો નવો બ્લોગ શરૂ કરો.
