ગુજરાતીમાં લખો

ગુજરાતીમાં લખવા માટે હાલમાં બે રીત ઉપલબ્ધ છે.

૧) વેબ સાઇટ આધારિત પ્રોગ્રામથી લખો
વેબસાઇટ આધારિત પ્રોગ્રામથી આપ ગુજરાતીમાં લખી શકો છો. આ માટે આપને કોઇ પણ પ્રકારનો પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં નાંખવો પડતો નથી. આપ માત્ર ગુજરાતી ટાઇપ પેડ વેબ પેજ પર જઇને ત્યાં ગુજરાતી લખી શકો છો. તમારું લખેલું ગુજરાતી તમે માઇક્રોસોફ્ટ વર્ડ કે અન્ય પ્રોગ્રામમાં વાપરી શકો છો. આ વેબસાઇટમાં તમને પહેલેથી જ ગુજરાતી લખવા માટેની સુવિધા આપવામાં આવેલી છે. જો આપનો બ્લોગ ગુજરાતીબ્લોગ્સ.કોમ પર હોય તો આપને જો કોઇ પોસ્ટ કે પેજ પર ગુજરાતી લખવું હોય તો આપ સીધું જ ગુજરાતી લખી શકો એવી વ્યવસ્થા કરેલી છે. જો આપને કોઇ બ્લોગ પર આપનો પ્રતિભાવ લખવો હોય તો પણ આપ સીધું જ ગુજરાતીમાં લખી શકો છો.

૨) આપનું કોમ્પ્યુટર સેટ અપ કરો
જો આપને આપના કોમ્પ્યુટર પર ગુજરાતી લખવા માટે કમ્પ્યુટર સેટ અપ કરવું હોય તો આ વેબ પેજની મુલાકાત લો. http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm